રોહિત શર્મા સેનાએ મેચ પહેલા ક્યાં ઊજવી દિવાળી ? જુઓ
આપણા ક્રિકેટરો વલ્ડકપમાં ટોપ પર રહ્યા છે અને આ દિવાળી એમના માટે યાદગાર બની ગઈ છે. નેધરલેન્ડ્સ સામે મેચ પહેલા ભારતીય ટીમે દિવાળીની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે નેધરલેન્ડ્સ સામે મેચ હોવાના કારણે ભારતીય ખેલાડીઓ અને સ્ટાફે એક દિવસ પહેલા દિવાળીની ઉજવણી કરી હતી. બેંગલુરુંની એક હોટેલમાં ભારતીય ટીમે દિવાળી સેલિબ્રેટ કરી હતી. આ સેલિબ્રેશનમાં ભારતીય ટીમના ખેલાડીઓ અને સ્ટાફ સાથે તેમની પત્નીઓ પણ સામેલ થઇ હતી. ભારતીય ટીમના દિવાળી સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
બીસીસીઆઈએ દિવાળી સેલિબ્રેશનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં સૌપ્રથમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની અને દીકરી સાથે જોવા મળી રહ્યા છે. તે પછી ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેની પત્ની સાથે જોવા મળે છે. વિરાટ કોહલીથી લઈને શાર્દુલ ઠાકુર સુધી તમામ ક્રિકેટર્સ તેમની પત્ની સથે જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ખુબ સારી મીઠાઈઓ પણ જોવા મળી રહી છે.
સોશ્યલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં ઇશાન કિશન એક જેવી ડ્રેસને લઈને શાર્દુલ ઠાકુર અને શુભમન ગિલ સાથે મજાક કરતા પણ જોવા મળી રહ્યો છે. ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ ટીમના તમામ ખેલાડીઓ અને તેમની પત્નીને મળી રહ્યા છે. દિવાળી સેલિબ્રેશનમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળે છે.