અમે જીતવાનું શરૂ કર્યું તો તમે રડવા લાગ્યા !! બેટિંગ કોચ સીતાંશુ કોટકે કાઢી ઝાટકણી
આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો રમાવાનો છે ત્યારે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સીતાંશુ કોટકે એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમે દુબઈમાં જીત મેળવી રહ્યા છે તેનાથી લોકોને મરચાં લાગી રહ્યા છે અને રડવાનું શરૂ કરી દીધું છે.
તેમણે આ ટીકા એ વાતને કારણે કરી હતી જેમાં એવા આક્ષેપ કરાયા હતા કે ટીમ ઈન્ડિયાને દુબઈમાં જ બધી મેચ રમવાનો ફાયદો મળી રહ્યો છે. કોટકે કહ્યું કે જો તમે સારું નથી રમતા તો પછી તમને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. અમારા પાસે એવા ખેલાડી છે જે કોઈ પણ જગ્યાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.