રાજકોટમાં ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ ખંઢેરી સ્ટેડિયમનું થશે નામકરણ
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ, બંને ટીમના ખેલાડીઓ અને અન્ય દિગ્ગજ ક્રિકેટરોની હાજરીમાં યોજાશે કાર્યક્રમ
રાજકોટમાં જામનગર રોડ ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સ્ટેડીયમનું આગામી તા. ૧૪મીએ એટલે કે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની પૂર્વ સંધ્યાએ નિરંજન શાહ સ્ટેડિયમ' નામકરણ કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુભાઈ શાહે
વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનાં સ્ટેડીયમમાં તા. ૧૫ ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ શરુ થઇ રહ્યો છે. આ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ તા. ૧૪મીએ સાંજે એક કાર્યક્રમમાં ખંઢેરી સ્ટેડીયમનું નામ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમ કરવામાં આવશે.
તેમણે કહ્યું છે કે, આ નામકરણ વિધિ બી.સી.સી.આઈ.ના સેક્રેટરી જયભાઈ શાહના હસ્તે થશે. આ પ્રસંગે ભારત અને ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ ઉપરાંત અન્ય દિગ્ગજ ક્રિકેટરો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
નિરંજનભાઈ શાહે રાષ્ટ્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ ક્ષેત્રે ૬ દાયકાથી પણ વધુ સમયથી સેવા કરી છે અને તેમને સન્માન આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સ્ટેડીયમને તેમના નામ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.