ઑસ્ટ્રેલિયા પીએમ ઈલેવન મેચનો પ્રથમ દિવસ ધોવાયો
ભારત અને ઑસ્ટ્રેલિયા વડાપ્રધાન ઈલેવન વચ્ચે શનિવારથી બે દિવસની પ્રેક્ટિસ મેચ રમાવાની હતી પરંતુ ભારે વરસાદને કારણે પહેલા દિવસની રમત ધોવાઈ ગઈ હતી. આ મેચ ગુલાબી બોલથી રમાવાની છે.
મેચમાં ટોસ પણ થઈ શક્યો ન્હોતો. હવે આ મેચ આજે રમાશે. આજે બન્ને ટીમ ૫૦-૫૦ ઓવર રમશે. આ મેચમાં રોહિત શર્મા પણ રમશે જે પર્થ ટેસ્ટમાં રમી શક્યો ન્હોતો.
આ મેચ થકી ટીમ ઈન્ડિયા એડિલેડ ટેસ્ટ માટે પોતાની તૈયારીને આખરી ઓપ આપશે. જો કે પહેલાં દિવસની રમત ધોવાઈ જતાં ખેલાડીઓ થોડા નિરાશ થયા હતા.