ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે વતન વાપસી : ચેમ્પિયન્સ આવતીકાલે PM મોદીને મળશે
ટીમ ઇન્ડિયાનો સ્વદેશ વાપસીનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. બાર્બાડોસમાં હરિકેન બેરીલના કારણે ભારતીય ટીમ તેમજ સ્ટાફ અને ઘણા મીડિયાકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી ફસાયેલા હતા. હવે તેમને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC24WC (એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ) આવતીકાલે સવારે ભારત પહોંચશે. ટીમ બ્રિજટાઉનથી સીધી દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓનું સન્માન કરશે, પરંતુ હજુ સુધી તે કાર્યક્રમની કોઈ પુષ્ટિ થઈ નથી.
ટીમ ઈન્ડિયા રવિવારે ભારત જવા રવાના થવાની હતી, પરંતુ તોફાન બેરીલને કારણે તેમને ત્યાં જ રોકાવું પડ્યું. બાર્બાડોસમાં વાવાઝોડાના ભયથી સરકારને એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી હતી અને તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ પહેલા ખબર આવી હતી કે ટીમ ઈન્ડિયા આવતીકાલે (ગુરુવારે) સ્વદેશ પરત ફરશે. જો કે, હવે આખરે ભારતીય ખેલાડીઓ ફ્લાઈટમાં બેસી ગયા છે અને તેમના દેશ પરત જવાનો પ્રવાસ શરૂ થઈ ગયો છે. ખેલાડીઓ ગુરુવારે સવારે 6 વાગ્યે દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. આ પછી ભારતીય ખેલાડીઓ ગુરુવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ પહેલા ભારતીય ખેલાડીઓ દિલ્હીમાં રોડ શો કરી શકે છે.
ટીમ ઈન્ડિયાને લેવા માટે ચાર્ટર ફ્લાઈટ પહોંચી
#WATCH | Indian cricket team leave from Barbados. The team will reach Delhi on July 4, early morning.
— ANI (@ANI) July 3, 2024
The flight arranged by BCCI's Jay Shah is also carrying the members of Indian media who were stranded in Barbados pic.twitter.com/V0ScaaojBv
ભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ ફ્લાઈટની અંદરની એક તસવીર શેર કરી છે, જેમાં તે ટ્રોફી સાથે જોવા મળી રહ્યો છે. તેના કેપ્શનમાં દુબેએ લખ્યું- હું કંઈક ખાસ લઈને દેશમાં પરત ફરી રહ્યો છું. ભારતીય ટીમે તેના 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. 17 વર્ષ બાદ ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો.
ફ્લાઇટ ક્યારે ભારત પહોંચશે ?
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે શનિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું. ચાર્ટર ફ્લાઇટ 2 જુલાઈના રોજ ન્યુ જર્સી, યુએસએથી રવાના થઈ હતી અને સ્થાનિક સમય (બાર્બાડોસ) મોડી રાત્રે બાર્બાડોસ પહોંચી હતી. શેડ્યૂલ મુજબ, ફ્લાઇટ બાર્બાડોસથી 3 જુલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 4:30 વાગ્યે એટલે કે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે ઉપડી હતી. દિલ્હી પહોંચવામાં 16 કલાક લાગશે. એટલે કે વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે દિલ્હીમાં ઉતરશે. ફ્લાઇટમાં વિલંબ ન થાય તો જ આવું થશે.
It's coming home ????#TeamIndia pic.twitter.com/Pxx4KGASb8
— BCCI (@BCCI) July 3, 2024
બાર્બાડોસનું ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે ફરી શરૂ થયું. અગાઉ, ભારતીય ટીમ 2 જુલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે રવાના થવાની હતી અને બુધવારે સાંજે 7.45 વાગ્યે (ભારતીય સમય મુજબ) પહોંચવાની હતી. જોકે, તેમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે ભારતીય ખેલાડીઓ ગુરુવારે ભારત પહોંચશે. હરિકેન બેરીલ હવે કેટેગરી 5 થી ડાઉનગ્રેડ કરીને કેટેગરી 4 નું હરિકેન થઈ ગયું છે અને તે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે.
રાજીવ શુક્લાએ પણ ટ્વિટ કર્યું

મંગળવારે, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ ખુલાસો કર્યો હતો કે વાવાઝોડાને કારણે ત્રણ દિવસ સુધી બાર્બાડોસમાં ફસાયા પછી ખેલાડીઓ બુધવારે સાંજે (સ્થાનિક સમય) દિલ્હી જવાના હતા. તેણે ટ્વિટ કર્યું- ભગવાનનો આભાર કે ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી માટે રવાના થઈ રહી છે. ભારે વાવાઝોડાને કારણે તેઓ ત્રણ દિવસ સુધી ત્યાં ફસાયેલા હતા. BCCIએ ખેલાડીઓની તેમના વતન સુરક્ષિત વાપસી માટે તમામ વ્યવસ્થા કરી લીધી છે. બીસીસીઆઈના સચિવ જય શાહ પોતે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.