રોહિતનો ‘સુપરમેન’ કેચ
બાંગ્લાદેશની બેટિંગની ૫૦મી ઓવરમાં સિરાજ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ત્રીજા બોલે લિટન દાસે શોટ ફટકારવાનો પ્રયત્ન કર્યા હતો. બોલ હવામાં મીડ ઑફ તરફ ગયો હતો. લિટને બોલ પર જોરદાર પ્રહાર કર્યો હોવાથી સામાન્ય રીતે આવા શૉટ પર બોલ ચોગ્ગા માટે જાય છે પરંતુ મિડ ઑફ પર તૈનાત રોહિતે હવામાં ઉછળીને એક હાથે કેચ પકડી લીધો હતો. આ જોઈને બેટર લિટન દાસને ભરોસો જ થઈ રહ્યો ન્હોતો. તે અમુક સેક્નડ સુધી ક્રિઝ પર જ ઉભો રહ્યો હતો.
