ભારતને ચેમ્પિયન બનાવવા રોહિત શર્મા રમી રહ્યો છે મોટો `જુગાર’
ઑસ્ટે્રલિયા, અફઘાન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરીને વર્લ્ડકપમાં ધમાકેદાર પ્રારંભ કરનાર રોહિત શર્મા એન્ડ કંપનીએ પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. રોહિત ઑસ્ટે્રલિયા વિરુદ્ધ ખાતું ન્હોતો ખોલાવી શક્યો પરંતુ અફઘાન અને પાકિસ્તાન વિરુદ્ધ કમાલની બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી. જો કે આ બન્ને મેચોમાં રોહિત શર્માએ મોટો જુગાર રમ્યો છે અને એવું મનાય રહ્યું છે કે ભારતીય કેપ્ટન વર્લ્ડકપ જીતવા માટે આવું કરતો જ રહેશે. રોહિત દરેક મેચમાં જોખમ લઈને બેટિંગ કરી રહ્યો છે. ખાસ કરીને તેણે પાવરપ્લેમાં વિરોધી બોલરો પર હુમલો કર્યા છે. પહેલી મેચમાં ૦ રને આઉય થયા બાદ રોહિતે આગલી બે મેચ પાવરપ્લેમાં જ પૂરી કરી દીધી હતી મતલબ કે ૧૦ ઓવરમાં જ ભારતની જીત નિશ્ચિત કરી દીધી હતી. અફઘાન સામે પાવરપ્લેમાં રોહિતે ૬૦માંથી ૪૩ બોલ રમી જેમાં ૭૬ રન બનાવ્યા હતા. આવી જ રીતે પાકિસ્તાન વિરુદ્ધ પાવરપ્લેના ૩૦ દડામાં તેણે ૪૫ રન ઝૂડ્યા હતા.