રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા
સચિન અને વિરાટની કલબમાં થયો સામેલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા છે. આમ કરનાર તે ભારતનો પાંચમો બેટર બન્યો છે.
ભરતીય ટીમના બેટર રોહિત શર્મા હાલમાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં ખૂબ સારા ફોર્મમાં છે. રોહિતે રવિવવારે રમાયેલી ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. રોહિત પહેલા મહાન બેટર સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34357 રન જ્યારે વિરાટ કોહલીએ 26121, પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ 24064 જ્યારે સૌરવ ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18433 રન કર્યા છે.