RCBની પાછળ પડ્યું રાતોનું ભૂત’
આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની પાછળ
રાતોનું ભૂત’ પડી ગયું છે.
જ્યારે દિવસે ખેલાડીઓ સિંહગર્જના સાથે રમી રહ્યા છે ! આમ તો બેંગ્લુરુની પ્લેઑફમાં પહોંચવાની શક્યતા નહીંવત્ જેવી છે આમ છતાં કોઈ ચમત્કાર થઈ જાય તો ક્વોલિફાય થઈ શકે છે. આરસીબી ટીમે આ સીઝનમાં હજુ ચાર મેચ રમવાની છે. હવે `રાતોનું ભૂત’નો મતલબ એવો નથી કે તેની પાછળ કોઈ ભૂત કે આત્મા પડી ગયા છે. અહીં કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ તે દિવસે મુકાબલો રમે છે ત્યારે હરિફ ટીમ ઉપર હાવિ થઈ જાય છે. રાત્રીની મેચોમાં આરસીબીનો આ ખરાબ રેકોર્ડ ૨૦૨૩થી શરૂ થઈ ગયો છે.
૨૦૨૩થી લઈને ૨૯ એપ્રિલ સુધીમાં આરસીબીએ ૨૪ આઈપીએલ મુકાબલા રમ્યા છે. આ દરમિયાન ટીમે ૬ મેચ દિવસે મતલબ કે ૩:૩૦ વાગ્યાથી રમ્યા છે તો ૧૮ મુકાબલા રાત્રે મતલબ કે ૭:૩૦ વાગ્યાથી રમ્યા છે. દિવસમાં રમાયેલી ૬માંથી પાંચ મેચ જીતી છે પરંતુ રાત્રીની મેચમાં તેનો રેકોર્ડ અત્યંત ખરાબ થઈ જાય છે. રાત્રે આરસીબીએ ૧૮ મેચ રમી જેમાંથી પાંચમાં જ જીત મેળવી છે.
આરસીબી ટીમનો આ રેકોર્ડ કોચિંગ સ્ટાફ ઉપરાંત વિરાટ કોહલી, ડુપ્લેસિસ, મેક્સવેલ જેવા સીનિયર ખેલાડીઓ માટે પણ ટેન્શન ઉભું કરી રહ્યો છે.