T20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમની જાહેરાત : આ ધુરંધર ખેલાડીને બનાવાયા કેપ્ટન !!
T20 વિશ્વકપની શરૂઆત જૂનમાં થવાની છે ત્યારે ન્યુઝીલેન્ડે ટીમની જાહેરાત કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં કુલ 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે એક ખેલાડી રિઝર્વ તરીકે છે. કેન વિલિયમસનને ફરી એકવાર સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. વિલિયમસન ચોથી વખત ન્યૂઝીલેન્ડ ટીમની કમાન સંભાળશે અને છઠ્ઠી વખત ટી20 વર્લ્ડ કપમાં ખેલાડી તરીકે ભાગ લેશે.
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગૌરી સ્ટેડે કહ્યું કે જેમના નામની પસંદગી કરવામાં આવી છે અમે તેમને અભિનંદન આપવા માંગીએ છીએ. દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે આ સારો સમય છે. અમને લાગે છે કે વેસ્ટ ઈન્ડિઝમાં સ્થિતિ થોડી અલગ હશે. આશા છે કે અમારી ટીમ તેને અનુકૂલિત કરી શકશે. મેટ હેનરીએ ટી20 ક્રિકેટમાં પોતાની કુશળતામાં ઘણો સુધારો કર્યો છે. છેલ્લા 12 મહિનામાં રચિન અમારા માટે મેચ વિનર રહ્યો છે. તેને T20 ક્રિકેટમાં જોવો રસપ્રદ રહેશે.
કોનવે અને એલનને ઓપનિંગની જવાબદારી આપવામાં આવી શકે છે. આ સાથે જ વિલિયમસન ત્રીજા નંબર પર અને રચિન ચોથા નંબર પર બેટિંગ કરવા આવી શકે છે. પછી ડેરીલ મિશેલ અને નીશમ મોટા શોટ મારવામાં માહિર છે. બ્રેસવેલ, સેન્ટનર અને સોઢી સ્પિનની જવાબદારી સંભાળતા જોવા મળશે. સાથે જ ઝડપી બોલિંગની જવાબદારી અનુભવી સાઉદી, હેનરી અને ફર્ગ્યુસનના હાથમાં રહેશે. ડેરીલ ચોથા ઝડપી બોલરની ભૂમિકા ભજવી શકે છે. કિવી ટીમે ફાસ્ટ બોલરો કરતાં સ્પિનરોને વધુ પસંદ કર્યા છે.
ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડ કપ ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.