વર્લ્ડ એથલેટિક ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ઇતિહાસ રચનાર ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ તિરંગા ઉપર ઓટોગ્રાફ આપવાની એક હંગેરિયન મહિલાની માંગણીનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો.નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ એક
હંગેરિયન મહિલા તિરંગા સાથે તેને અભિનંદન દેવા દોડી હતી.એ મહિલાએ યાદગીરી રૂપે તિરંગા ઉપર ઓટોગ્રાફ આપવા માંગણી કરી ત્યારે નીરજે કહ્યું કે તિરંગો મહાન છે, મારા રાષ્ટ્રધ્વજ ઉપર હું સહી ન કરી શકું.નીરજની આ દેશભક્તિ નિહાળીને એ મહિલા પણ ભાવવિભોર થઇ ગઇ હતી.અંતે નીરજે એ મહિલાના શર્ટની બાંય ઉપર ઓટોગ્રાફ કરી આપ્યા હતા.નીરજની રાષ્ટ્ર ભક્તિ,તેની ગરિમા અને નમ્રતાએ બધાના મન મોહી લીધા હતા.
Related Posts
હાઈપરટેન્શન : લોકો કેમ ઈલાજ કરાવતા નથી !!
1 વર્ષ પહેલા