મેક્સવેલે વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી
40 બોલમાં 106 રન, 9 ચોગ્ગા અને 8 છગ્ગા માર્યા
વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલીમેચમાં વર્લ્ડ રેકોર્ડ થયો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મેક્સવેલે 40 બોલમાં સદી ફટકારી હતી જે વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટ પર 399 રન બનાવ્યા. નેધરલેન્ડને જીત માટે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો.
છઠ્ઠા નંબર પર ઉતરેલા મેક્સવેલે 44 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા લગાવીને 106 રનની ઈનિંગ રમી. મેક્સવેલે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એડેન માર્કરામનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે 49 બોલમાં સદી ફટકારી. માર્કરામે આ સદી હાલની વર્લ્ડકપમાં શ્રીલંકા સામે બનાવી હતી.
વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર ખેલાડી
40 – ગ્લેન મેક્સવેલ – 2023 (દિલ્હી)
49 – એડેન માર્કરામ – 2023 (દિલ્હી)
50 – કેવિન ઑ’બ્રાયન – 2011 (બેંગાલુરુ)
51 – ગ્લેન મેક્સવેલ – 2015 (સિડની)
52 – એબી ડિવિલિયર્સ – 2015 (સિડની)