કે.એલ.રાહુલ નિવૃત્ત થવાનો છે ?
ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી વિકેટકિપર-બેટર કે.એલ.રાહુલ અચાનક સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપલોડ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે તે કશુંક કહેવા માંગે છે. આ પછી અચાનક તેને લઈને વધુ એક સ્ટોરી વાયરલ થવા લાગી જેમાં એવું કહેવાયું કે રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જો કે આ વાત તદ્દન ખોટી છે. આ સ્ક્રીનશોટ કોણે બનાવી વાયરલ કર્યો તેનો ખુલાસો થયો નથી પરંતુ રાહુલનો અત્યારે નિવૃત્તિ અંગે કોઈ જ ઈરાદો નથી તે વાત જરૂરી સ્પષ્ટ થઈ ચૂકી છે.