કમીન્ડુ મેન્ડીસની ન્યુઝીલેન્ડ સામે સદી: બ્રેડમેનની કરી બરાબરી
શ્રીલંકાના કમિન્ડુ મેન્ડીસે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ સદી બનાવી ડૉન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટની ૧૩મી ઈનિંગમાં તેની પાંચમી સદી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછી ઈનિંગમાં પાંચ સદી બનાવનારા દિગ્ગજોની યાદીમાં મેન્ડીસ હવે ડૉન બ્રેડમેન સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે પહોંચ્યો છે.
તેની આ સદીના દમ પર શ્રીલંકાએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ૪૦૦ રનનો સ્કોર પાર કરી લીધો હતો. સૌથી ઓછી ઈનિંગમાં પાંચ સદી બનાવવાનો વિશ્વ રેકોર્ડ વિન્ડિઝના એવર્ટન વિક્સના નામે છે જેણે ૧૯૪૮માં ૧૦ ઈનિંગમાં પોતાની પહેલી પાંચ સદી બનાવી હતી. જ્યારે બીજા ક્રમે હર્બર્ટ સુટફ્લિક અને નીલ હાર્વે છે જેણે ૧૨-૧૨ ઈનિંગમાં આ ઉપલબ્ધી હાંસલ કરી હતી.