૨૦ વર્ષ બાદ ભારતની ઑસ્ટ્રેલિયામાં ઓપનિંગ ભાગીદારી ૧૦૦+
- છેલ્લે ૨૦૦૪માં સેહવાગ-આકાશે ૧૨૩ રનની ભાગીદારી કરી’તી
યશસ્વી જયસ્વાલ અને કે.એલ.રાહુલે ૨૦૦૪ બાદ ઑસ્ટ્રેલિયન ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે પહેલી ઓપનિંગ ભાગીદારી કરી હતી જે ૧૦૦+ રહી હતી. ૨૦૦૪ની શ્રેણી દરમિયાન સિડનીમાં વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપડા વચ્ચે છેલ્લે ૧૦૦ અથવા તેનાથી વધુ રનની ઓપનિંગ ભાગીદારી (૧૨૩ રન) થઈ હતી.ભારત વતી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ સુનિલ ગાવસ્કર અને કે.શ્રીકાંતના નામે છે. બન્નેએ મળીને ૧૯૮૬માં સિડનીમાં ૧૯૧ રન બનાવ્યા હતા. આ મેચમાં બોલિંગ હોય કે બેટિંગ બન્નેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. બે દિવસની રમત બાદ હવે બાકીના ત્રણ દિવસ દરમિયાન રમત કેવી રીતે છે તેના પર મેચનું પરિણામ નિર્ભર રહેશે.
ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટી ભાગીદારી (ભારત વતી)
