VIDEO : કદમ કદમ બઢાયે જા…ભારતીય સેનાએ ‘Operation Sindoor’નો નવો વીડિયો કર્યો શેર, આતંકીઓના લોન્ચિંગ પેડ્સનો નાશ કર્યો
ઓપરેશન સિંદુર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ વધતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે અને ભારત પાકિસ્તાનના આ નાપાક ઈરાદાને નાકામયાબ કરી રહ્યું છે. ભારતે = ઓપરેશન સિંદૂર મારફતે આતંકીઓન 9 ઠેકાણાનો ખાત્મો કર્યો ત્યારે પાકિસ્તાન વળતો પ્રહાર કરીને ભારતના સરહદી વિસ્તારને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઐતિહાસિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગઈકાલે રાત્રે સેનાએ એક સંકલિત હુમલો કર્યો અને આ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો હતો. ત્યારે આજે (10 મેના રોજ) ઇન્ડિયન આર્મી દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જે દરેક ભારતવાસીઓનો જુસ્સો વધારી દેશે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડનો નાશ કર્યો. 08 અને 09 મે 2025 ની રાત્રે જમ્મુ અને કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં, ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચપેડ પર સંકલિત હુમલો કર્યો અને તેમને નષ્ટ કરી દીધા. નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે. ભારતીય સેનાની ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીથી આતંકવાદી માળખા અને ક્ષમતાઓને મોટો ફટકો પડ્યો છે.
OPERATION SINDOOR
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 10, 2025
Indian Army Pulverizes Terrorist Launchpads
As a response to Pakistan's misadventures of attempted drone strikes on the night of 08 and 09 May 2025 in multiple cities of Jammu & Kashmir and Punjab, the #Indian Army conducted a coordinated fire assault on… pic.twitter.com/2i5xa3K7uk
‘કદમ કદમ બઢાયે જા…’, જે વંશીધર શુક્લા દ્વારા લખાયેલ અને રામ સિંહ ઠાકુરી દ્વારા રચિત છે, તે એક દેશભક્તિ ગીત છે જે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળના આઝાદ હિંદ ફોજના લડવૈયાઓ દ્વારા ગાયું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી 1942માં અંગ્રેજોએ આ ગીતને રાજદ્રોહ ગણાવીને ભારતમાં પ્રતિબંધિત કરી દીધું હતું. ઓગસ્ટ 1947માં દેશની આઝાદી પછી, આ ગીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને ત્યારથી તે ભારતમાં એક લોકપ્રિય દેશભક્તિ ગીત બની ગયું છે. એક દિવસ પહેલા, BSF એ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. BSFની આ કાર્યવાહીમાં લશ્કરના 7 આતંકવાદીઓ માર્યા ગયા.
આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ
શનિવારે સવારે સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં, ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એક વીડિયો પણ બતાવ્યો જેમાં જોઈ શકાય છે કે ભારતીય સૈનિકો કેવી રીતે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની કબરો ખોદી રહ્યા છે. આ વીડિયોમાં, ભારતીય સેના પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરી રહી છે. વીડિયોમાં, ભારતીય સૈનિકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લક્ષ્યોને સચોટ રીતે ફટકારતા જોઈ શકાય છે. બીજી તરફ, પાકિસ્તાની ચોકીઓ અને આતંકવાદી લોન્ચ પેડ નાશ પામતા જોવા મળી રહ્યા છે અને હુમલાના સ્થળેથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.