અમદાવાદમાં ૧૨ વર્ષથી `અજેય’ છે ભારત
બે વખતની ચેમ્પિયન ભારત સામે આજે પાંચ વખતની ચેમ્પિયન ઑસ્ટે્રલિયાની ટક્કર છે. વર્લ્ડકપ ફાઈનલમાં આ પહેલાં ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે ૨૦૦૩માં ટક્કર થઈ હતી ત્યારે ભારતને ૧૨૫ રને પરાજય ખમવો પડ્યો હતો. હવે ભારત પાસે માત્ર ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાનો નહીં બલ્કે ૨૦ વર્ષ જૂની હારનો બદલો લેવાની પણ તક છે. ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે આ ૧૫૧મો વન-ડે મુકાબલો છે. આ પહેલાં રમાયેલી ૧૫૦ મેચમાં ભારતે ૫૭માં જીત તો ઑસ્ટે્રલિયાએ ૮૩ મુકાબલામાં જીત મેળવી છે. જ્યારે ૧૦ મેચનું પરિણામ નીકળી શક્યું નથી. અમદાવાદમાં આ ૨૦મો વન-ડે મેચ હશે. આ પહેલાં ૧૯ વન-ડેમાં ભારતે ૧૧ તો ઑસ્ટે્રલિયાએ ૮માં જીત મેળવી છે. ભારતને આ મેદાન પર છેલ્લે ૫ ડિસેમ્બર-૨૦૧૧માં પરાજય મળ્યો હતો ત્યારે વિન્ડિઝે ભારતને ૧૬ રને હરાવ્યું હતું.