Paris Olympicsમાં ભારતને હજુ મળી શકે છે ૩ મેડલ : આજે નીરજ ચોપરાની કસોટી
પેરીસ ઓલિમ્પિકમાં અત્યારસુધી મનુ ભાકર,સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુસાલે ભારતને મેડલ જીતાડ્યા છે. હજુ પણ 6 મેડલ જીતી શકે તેવી ક્ષમતા ભારતીય ખેલાડીઓ ધરાવે છે. ગત ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતના નીરજ ચોપરાની આજે કસોટી થવાની છે
ભારતનો બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સેમિફાઈનલમાં હારી ગયો છે. હવે બ્રોન્ઝ મેડલ મેચ રમશે. આશા છે કે, ભારતને લક્ષ્ય સેન બ્રોન્ઝ મેડલ જીતાડે.
ભારતનો જેવલિન થ્રો ખેલાડી નીરજ ચોપરા ઈતિહાસ રચવાને નજીક છે. ટોક્યોમાં ગોલ્ડ મેડલ જીતનાર આ ઓલિમ્પિક ખેલાડી પાસે પેરિસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલની આશા રાખવામાં આવી રહી છે. નીરજ પાસે ભારતને ખુબ મોટી આશા છે. નીરજની ક્વોલિફિકેશન મેચ 6 ઓગસ્ટના રોજ રમાશે અને ફાઈનલ મેચ 8 ઓગસ્ટના રોજ રમાશે.
ભારતીય હોકી ટીમે ક્વાર્ટર ફાઈનલમાં ગ્રેટ બ્રિટેનને હરાવી મેડલની આશા રાખી છે. એક જીત મળતા જ હોકીમાં ભારતનો મેડલ પાક્કો થઈ જશે.આ માટે ભારતે આજે જર્મનીને હરાવવું પડશે.
3 વખતની કોમનવેલ્થ ચેમ્પયન વિનેશ ફોગાટ આ વખતે 50 કિલોગ્રામ વર્ગમાં ઉતરશે. વિનેશ પણ ભારતને ઓલિમ્પિકમાં મેડલ જીતાડી શકે છે.
મીરાબાઈ ચાનુ પાસે ભારતને મોટી આશા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ જીતાડનાર મીરાબાઈ ચાનુ આ વખતે પણ પોતાનું બેસ્ટ પ્રદર્શન આપવા માટે પ્રયત્ન કરશે.
કુસ્તીબાજ અખિલ પંખાલ પાસેથી પણ ઘણી અપેક્ષાઓ છે. તે અંતિમ 53 કિગ્રા વજન વર્ગમાં પોતાનો દાવો રજૂ કરશે. છેલ્લા પંખાલની પ્રતિભા જોઈને તેની પાસેથી પણ મેડલની આશા છે.
ગત ઓલિમ્પિકમાં ભારતના ખાતમાં 7 મેડલ આવ્યા હતા. જેમાં 1 ગોલ્ડ,4 બ્રોન્ઝ મેડલ અને 2 સિલ્વર મેડલ હતા. ભારતે ઓલિમ્પિકમાં અત્યારસુધી કુલ 38 મેડલ જીત્યા છે.જેમાં સૌથી શાનદાર પ્રદર્શન ટોક્યો ઓલિમ્પિકમાં કર્યું હતુ.