હું લડીશ…ઉસ્માન ખ્વાજા બન્યો ‘બાગી’
આઈસીસીએ વિવાદાસ્પદ મેસેજ લખેલા જૂતા પહેરવાની મનાઈ ફરમાવતાં પાક. સામેની ટેસ્ટમાં કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યો
પાકિસ્તાની મુળના ઑસ્ટે્રલિયાના ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાજાને લઈને વિવાદ વધી રહ્યો છે. તેને પાકિસ્તાન વિરુદ્ધ પર્થ ટેસ્ટમાં એ જૂતા પહેરવાની પરવાનગી ન મળી જેના પર તેણે
તમામ જીવન સમાન છે’ (યહુદી, મુસ્લિમ અને હિન્દુ…તમામ જીવન સમાન છે)નો મેસેજ લખ્યો હતો. આ પછી તેણે એક એવી હરકત કરી જે ક્રિકેટ ઑસ્ટે્રલિયાને `માફક’ આવે તેવી નથી. તે પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટના પહેલાં જ દિવસે કાળી પટ્ટી બાંધીને મેદાને ઉતર્યો હતો.
આઈસીસીએ ખ્વાજાને એ જૂતા પહેરવાની મનાઈ ફરમાવી હતી જેના પર ગાઝા સંદર્ભે મેસેજ લખાયેલો હતો કેમ કે આઈસીસીના નિયમ ટીમના પોશાક અથવા ઉપકરણો ઉપર રાજનીતિ અથવા ધાર્મિક નિવેદનના પ્રદર્શનને પરવાનગી આપી રહ્યા નથી.
ખ્વાજાએ કહ્યું કે વ્યક્તિગત અથવા ટીમ પ્રતિબંધથી બચવા માટે તે નિયમનું પાલન કરશે પરંતુ તે આઈસીસીના નિર્ણયને જરૂર પડકારશે. ખ્વાજાએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે સ્વતંત્રતા એક માનવ અધિકાર છે અને તમામ અધિકાર સમાન છે. હું તેના પર વિશ્વાસ કરવાનું બંધ કરીશ નહીં. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં જન્મેલો ખ્વાજા ઑસ્ટે્રલિયા માટે ટેસ્ટ ક્રિકેટ રમનારો પ્રથમ મુસ્લિમ ખેલાડી છે.