પાકિસ્તાની ક્રિકેટ ટીમની ઓસ્ટ્રેલિયામાં કેવી રીતે થઈ ફજેતી ? જુઓ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા પહોંચી છે. સિડની એરપોર્ટ પર પહોંચતા જ પાકિસ્તાની એમ્બેસી કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો કોઈ અધિકારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓને આવકારવા આવ્યો ન હતો અને તેઓએ પોતે જ પોતાનો સામાન ટ્રકમાં ચઢાવવો પડ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યા છે તો કેટલાક તેમનું સમર્થન કરી રહ્યા છે.
14 ડિસેમ્બરથી શરુ થતી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં 14 થી 18 ડિસેમ્બર દરમિયાન રમાશે. જયારે બીજી ટેસ્ટ મેચ પાકિસ્તાને 26 થી 30 ડિસેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમવાની છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં નવા વર્ષે એટલે કે 3 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન રમાશે. આ દરમ્યાન પાકિસ્તાની ટીમ સિડની પહોંચતા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પહોંચતા જ એરપોર્ટ પર પોતાનો સામાન ટ્રકમાં લોડ કરી રહ્યા છે.