ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 રાજ્યોની ટીમ ટકરાશે
આર.એ.આર ફાઉન્ડેશન રીબડાના રાજદિપસિંહ જાડેજાનું જાજરમાન આયોજન
ચેમ્પિયન ટીમને 11 લાખ અને રનર્સઅપને 5 લાખનું ઈનામ
આર.એ.આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ના ઉપક્રમે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઑલ ઇન્ડિયા કક્ષાની આર.એ.આર કપ 2024 ટેનિસ ક્રિકેટ ટી -20 ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એસ.જી.વી.પી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ, રીબડા, રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગુજરાત, તમિલનાડુ, ત્રિપુરા સહિત બાર રાજ્યોની ટીમ આપસમાં ટકરાશે.
તારીખ 18થી 21 મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ ટી 20ની મેચમાં ચેમ્પિયનને 11 લાખ રૂપિયાનું અધ..ધ..ધ. પ્રાઇઝ મની અને રનર્સઅપ ટીમને પાંચ લાખ, બેસ્ટ બેટ્સમેનને 50,000 અને બેસ્ટ બોલરને પણ 50000નું મની પ્રાઇસ આપવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ સીરીઝને એક અત્યાધુનિક સપોર્ટ બાઈક પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવશે.
ગુજરાતના રમત-ગમતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઓલ ઇન્ડિયાની બેસ્ટમાં બેસ્ટ ટેનિસ ક્રિકેટ ટીમના ખેલાડીઓ સૌરાષ્ટ્રના નાના એવા રીબડા ગામમાં રમાવવા જઈ રહી છે. જેમાં આઇ.પી.એલ.ની તર્જ પર અને એવા જ ફોર્મેટથી ટેનિસ ક્રિકેટ ટી 20 ટુર્નામેન્ટ આર.એ.આર. કપ 2024 નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ ટેનિસ ક્રિકેટ.ઈન યુ.ટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. આજે આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે 12 ટીમોના ટીશર્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બિલકુલ આઇ.પી.લ. જેવું ફોર્મેટ ધરાવતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં કોઈ બેમત નથી.
