ન વરસાદ, ન બીજું કોઈ વિઘ્ન છતાં ક્રિકેટરો મેદાને ન ઉતર્યા !!
શ્રીલંકા-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં બનેલી ઘટના
શ્રીલંકા-ન્યુઝીલેન્ડ વચ્ચે ગૉલમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ જોવા જનારા દર્શકોએ ૨૧ સપ્ટેમ્બરે નિરાશ થવું પડ્યું હતું. ટેસ્ટ મેચના ચોથા દિવસે મેચ રમાઈ જ ન્હોતી ! આ પ્રકારે ટેસ્ટ મેચ મેચ વચ્ચે રેસ્ટ-ડે જાહેર કરાયો હતો. આવું થવા પાછળનું કારણ શ્રીલંકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટરી છે. શ્રીલંકાના ખેલાડી પોતપોતાના મતક્ષેત્રમાં મતદાન કરવા જવાના હોવાથી આજે મેચમાં ઉતર્યા ન્હોતા.
૨૦૦૮ બાદ પહેલી વખત એવું બન્યું છે જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં આવી ઘટના બની છે. પાછલી વખતે આવું ત્યારે બન્યું હતું જ્યારે ૨૦૦૮માં શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો થયો હતો. બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી ૨૯ ડિસેમ્બરે થવાની હતી જે બાંગ્લાદેશ-શ્રીલંકા વચ્ચે ૨૬થી ૩૧ ડિસેમ્બર સુધી ઢાકાના મીરપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ સાથે મેળ ખાતી હતી. ચૂંટણીને કારણે ત્રીજા દિવસ બાદ મેચને રોકી દેવાઈ હતી. ચૂંટણીને કારણે ૨૯ ડિસેમ્બરે રેસ્ટ ડે બાદ ૩૦ ડિસેમ્બરને રમત ફરીથી શરૂ થઈ હતી જેને ચોથો દિવસ ગણવામાં આવ્યો હતો.