હારને પચાવવી સહેલી નથી પરંતુ…
રોહિત શર્માને ખબર ન્હોતી કે વર્લ્ડકપના ફાઈનલમાં મળેલી હારની નિરાશામાંથી તે ક્યારેય બહાર આવી શકશે કે નહીં પરંતુ હવે ચાહકોના પ્રેમ અને સમજદારીએ તેને ફરી બેઠો કરી દીધો છે. રોહિતે ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફેનપેઈઝ પર લખ્યું કે પહેલાં થોડા દિવસ સુધી મને સમજ જ ન્હોતું આવતું કે હું આમાંથી બહાર કેવી રીતે નીકળીશ. મારા પરિવાર અને મીત્રોએ મારો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. હારને પચાવવી સહેલી નથી પરંતુ જિંદગી ચાલ્યે રાખે છે અને આગળ વધુ પણ સહેલું નથી હોતું. તેણે ટીમના શાનદાર પ્રદર્શનને સમજવા અને બિરદાવવા બદલ ચાહકોના વખાણ કર્યા હતા. લોકો મારી પાસે આવીને કહેતા હતા કે તેમને ટીમ પર ગર્વ છે. મને આ સાંભળીને બહું સારું લાગતું હતું. હું વાપસી કરવા અને નવેસરથી આગળ વધવાની કોશિશ કરી રહ્યો છું. એક વખત ફરી ટોચ પર પહોંચવાનો પ્રયત્ન કરીશ.
