વિન્ડિઝના ભ્રષ્ટાચારી ક્રિકેટર માર્લોન સેમ્યુલ્સ પર છ વર્ષનો પ્રતિબંધ
ભારતમાં વર્લ્ડકપ પૂર્ણ થતાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી)એ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લોન સેમ્યુલ્સ ઉપર છ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. માર્લોન અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી) ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘન બદલ દોષિત ઠર્યો છે. તે ચાર મામલામાં દોષિત સાબિત થયો છે.
આઈસીસીએ કહ્યું કે સૈમ્યુલ્સ કે જેણે બે દશકા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું છે તેણે ભ્રષ્ટાચાર સંબંધિત અનેક ગતિવિધિઓમાં ભાગ લીધો છે. તે ભલે નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ જ્યારે અપરાધ કર્યો ત્યારે તે ક્રિકેટ સાથે સંકળાયેલો હતો.
સૈમ્યુલ્સે ૧૮ વર્ષના ગાળામાં વિન્ડિઝ માટે ૩૦૦થી વધુ મેચ રમી છે જેમાં ૧૭ સદી બનાવી છે. તેણે વન-ડે ટીમની કમાન પણ સંભાળી છે. સેમ્યુલ્સ પુરુષ ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૧ અને ૨૦૧૬ એમ બન્ને સીઝનના ફાઈનલ પણ રમ્યા છે જેમાં તે ટોપ સ્કોરર રહ્યો છે.