અમદાવાદમાં ચહલનો તરખાટ: અડધી ટીમનો કર્યો `શિકાર’
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પીનર યુઝવેન્દ્ર ચહલને ઑસ્ટે્રલિયા વિરુદ્ધ રમાનારી પાંચ મેચની ઘરેલું ટી-૨૦ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી આમ છતાં તેણે હાર માનવાને બદલે વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં રમવાનું શરૂ કર્યું છે. હરિયાણા વતી રમતાં ચહલે ઉત્તરા વિરુદ્ધ ગજબની બોલિંગ કરી એક-બે નહીં બલ્કે છ વિકેટ પોતાના નામે કરી છે.
અમદાવાદમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીની આ મેચમાં ચહલે ૧૦ ઓવરમાંથી ૨ ઓવર મેડન ફેંકી માત્ર ૨૬ રન આપ્યા હતા અને ઉત્તરાખંડ ટીમના છ બેટરને આઉટ કર્યા હતા. ચહલની ફિરકી સામે ઉત્તરાખંડની ટીમ પૂરી ૫૦ ઓવર પણ રમી શકી ન્હોતી અને ૪૭.૪ ઓવરમાં ૨૦૭ રને ઢેર થઈ ગઈ હતી. ઉત્તરાખંડ વતી વિકેટકિપર આદિત્ય તારે સૌથી વધુ ૬૫ રન બનાવ્યા હતા.