હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહ નારાજ ?
એક બાજુ જ્યાં હાર્દિક પંડ્યા આઈપીએલ-૨૦૨૪થી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવાનો છે ત્યારે બીજી બાજુ જસપ્રીત બુમરાહની એક પોસ્ટ વાયરલ થવા લાગી છે. જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેયર કરી છે જે પછી ચાહકોના મનમાં અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે.
હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સાઈન કરાયા બાદ બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટીક મેસેજ પોસ્ટ કર્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે કે મૌન ક્યારેક ક્યારેક સૌથી સારો જવાબ હોય છે. બુમરાહ દ્વારા આ સ્ટોરી પોસ્ટ કરાતા જ તેના ચાહકો અટકળો લગાવી રહ્યા છે. અમુકનું કહેવું છે કે બુમરાહની પણ કેપ્ટન બનવાની મહત્ત્વાકાંક્ષા હોઈ શકે એટલા માટે તે નિરાશ થઈ ગયો છે.
મનાય રહ્યું છે કે રોહિત મુંબઈનો કેપ્ટન જળવાયેલો રહેશે પરંતુ આવનારા સમયમાં હાર્દિક પંડ્યા તેની જગ્યા લેશે. હાર્દિકની આગેવાનીમાં ગુજરાત એક સીઝનમાં ચેમ્પિયન બન્યું હતું તો બીજી સીઝનમાં ફાઈનલ સુધી પહોંચ્યું હતું.