એશિયન પેરા ગેમ્સ: સુમિત અંતિલે રચ્યો ઈતિહાસ
ભાલા ફેંકમાં પોતાનો જ રેકોર્ડ તોડી જીત્યો ગોલ્ડ મેડલ: ગુજરાતની ભાવિના પટેલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો
એશિયન પેરા ગેમ્સ-૨૦૨૩માં ભારતની સુવર્ણ સફર ચાલી રહી છે. ભારત અત્યાર સુધીમાં ૪૬ મેડલ જીતી ચૂક્યું છે જેમાં ૧૧ ગોલ્ડ, ૧૫ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલ સામેલ છે. જો કે પોઈન્ટ ટેબલમાં ભારત એક સ્થાન નીચે ઉતરીને પાંચમા ક્રમે પહોંચ્યું છે. જ્યારે ચીન પ્રથમ, ઈરાન બીજા, જાપાન ત્રીજા અને ઉઝબેકિસ્તાન ચોથા નંબરે છે.
હાંગઝૂમાં પેરા એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતના સુમિત અંતિલે ઈતિહાસ રચી દીધો છે. સુમિત અંતિલે ૭૩.૨૯ મીટરના થ્રો સાથે એશિયન પેરા ગેમ્સમાં વર્લ્ડ અને એશિયન રેકોર્ડ તોડતા નવો રેકોર્ડ સ્થાપિત કર્યા છે. જેવલિન-થ્રોમાં પુષ્પેન્દ્ર કુમારે બ્રોન્ઝ મેડલ જીશ્વયો છે જ્યારે પુરુષોની ટી-૩૫ કેટેગરીની ૨૦૦ મીટર દોડમાં ૨૯.૮૩ સેક્નડ સાથે બ્રોન્ઝ મેડલ જીશ્વયો છે. પુરુષ ટી-૩૭ કેટેગરીમાં ૨૦૦ મીટરમાં શ્રેયાંસ ત્રિવેદીએ ૨૫.૨૬ સેક્નડના સમય સાથે ત્રીજા ક્રમે રહ્યો છે. મહિલાઓની ટેબલ ટેનિસની એસ-૬ કેટેગરીમાં ગુજરાતની ભાવિના પટેલે સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે જેથી તેણે બ્રોન્ઝ મેડલથી જ સંતોષ માનવો પડશે.
