વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ થઈ ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને આપ્યો 241 રનનો ટાર્ગેટ
વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ દાવમાં નિર્ધારિત 50 ઓવરમાં 240 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાને જીત માટે 241 રનનો ટાર્ગટે આપ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ વાપસી કરીને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલે ટીમનો કબજો સંભાળી લીધો હતો, પરંતુ કમિન્સે કોહલીની વિકેટ લઈને યજમાન ટીમને ફરી મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ભારત તરફથી વિરાટ કોહલી અને કે.એલ.રાહુલ શાનદાર ફિફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જ્યારે કે.એલ.રાહુલે 107 બોલમાં 66 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 47, શુભમન ગિલ 4 રન, શ્રેયસ ઐયર 4 રન, જાડેજા 9 રન, સુર્યકુમાર યાદવ 18 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન
ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), હેઝલવુડ, એડમ ઝમ્પા.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.