મેચમાં સુરક્ષામાં છીંડા: કોહલી પાસે ક્રિઝ પર પહોંચી ગયો પેલેસ્ટાઇનનો ટેકેદાર
ફાઇનલ મેચ નિહાળવા મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું અને વિરાટ કોહલી તથા રાહુલ બેટિંગમાં હતા ત્યારે મેચમાં સુરક્ષાને લઈને છીંડા પણ બહાર આવ્યા હતા. ચાલુ મેચમાં જ વિરાટનો એક ફેન ક્રિઝ સુધી ધસી આવ્યો હતો અને કોહલી પાસે પહોંચી ગયો હતો. તેણે કોહળીને બથમાં લેવાનો પ્રયાસ પણ કર્યો હતો.
જો કે આ યુવક પેલેસ્ટાઇનનો ટેકેદાર હતો અને તેણે ફ્રી પેલેસ્ટાઇન લખેલું ટીશર્ટ પહેર્યું હતું. આ પ્રકારની તસવીરો અને વિડિયો તરત જ વાયરલ થઈ ગયા હતા. જો કે ક્રિઝ સુધી ગયેલા આ યુવક સાથે કોહલી હાથ મિલાવી લીધા હતા. પણ આ રીતે એક મહત્વના ખેલાડી સુધી ચાલુ મેચમાં કોઈ પહોંચી જાય તોતે ગંભીર બાબત મનાય છે. ખાસ કરીને પેલેસ્ટાઇનનો ટેકેદાર યુવક ક્રિઝ સુધી આવી જાય તે સુરક્ષામાં મોટી ચૂક ગણવામાં આવી રહી છે. આ દ્રશ્ય જોઈને તરત જ સિક્યુરિટીના માણસો પહોંચી ગયા હતા અને યુવકને પકડી લીધો હતો.