એક મેદાન પર બબ્બે મેચને કારણે દડો લાગી જતાં ક્રિકેટરનું મોત !
મુંબઈના માટુંગાના દાદકર મેદાન પર ક્રિકેટ મેચ દરમિયાન બાવન વર્ષીય આધેડનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. મુકાબલો રમતી વખતે બાજુની પીચ પર બીજી મેચ રમાઈ રહી જ્યાંથી દડો આવીને આધેડના માથા પર લાગ્યો હતો. જયેશ સાવલા બાજુની પીચ પર રમાઈ રહેલી પીચ પર બેટર તરફ પીઠ કરીને ફિલ્ડિંગ કરી રહ્યા હતા બરાબર ત્યારે જ આ ઘટના બની હતી. જયેશ સાવલા ગ્રાઉન્ડ ઉપર જ બેભાન થઈ ગયા હતા એટલા માટે હોસ્પિટલે ખસેડાયા પરંતુ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
બન્ને મેચ એક જ ટૂર્નામેન્ટની હતી. ૫૦ વર્ષથી ઉપરના લોકો માટે કુટચી વીસા ઓખલ વિકાસ લેજન્ડ કપનું આયોજન કરવામાં આવે છે. જગ્યાની કમી ધરાવતાં શહેરમાં એક જ મેદાન પર અનેક મેચ રમાવી સામાન્ય વાત છે. જો કે પહેલાં પણ આ મેચો દરમિયાન ખેલાડીઓના ઘાયલ થવાના અહેવાલો આવતા રહે છે પરંતુ મોત પહેલી વખત થયું છે. આ અંગે પોલીસે કહ્યું કે અકસ્માતે મૃત્યુની નોંધ કરવામાં આવી છે અને કોઈ પ્રકારની ગરબડની આશંકા નથી.
દિલ્હીના નોયડામાં બેટરનું પીચ ઉપર જ મૃત્યુ
દિલ્હીના નોઈડામાં ટેક કંપનીમાં નોકરી કરનારો વિકાસ નેગી નામના યુવક મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો. વિકાસ નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભો હતો બરાબર ત્યારે જ સ્ટ્રાઈક પર રહેલા બેટરે શોટ ફટકારતાં વિકાસ રન દોડ્યો હતો. આ પછી બન્ને બેટરો એકબીજાને મળ્યા પરંતુ બરાબર ત્યારે જ વિકાસ પીચ પર ઢળી પડ્યો હતો જેથી તેને સીપીઆર અપાયું હતું. જો કે તે કારગત નિવડ્યું નહીં અને વિકાસ મોતને ભેટ્યો હતો.