IPL-૨૦૨૩થી BCCIની આવકમાં ૧૧૬%નો ઉછાળો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલ-૨૦૨૩થી ૫૧૨૦ કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે. આ બીસીસીઆઈ દ્વારા આઈપીએલ-૨૦૨૨થી નોંધાયેલી ૨૩૬૭ કરોડ રૂપિયાની વધારાની આવકથી ૧૧૬%નો ઉછાળો છે. આઈપીએલ-૨૦૨૩થી બીસીસીઆઈની કુલ આવક ૧૧૭૬૯ કરોડ રૂપિયા હતી જેમાં દર વર્ષે ૭૮%નો ઉછાળો નોંધાયો છે. બીસીસીઆઈની ૨૦૨૨-૨૩ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ખર્ચ પણ ૬૬% વધીને ૬૬૪૮ કરોડે પહોંચી ગયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે નવા મીડિયા અધિકાર અને આયોજન સોદો આવક વધવા પાછળનું મુખ્ય કારણ છે. નવા મીડિયા અધિકારનો સોદો ૨૦૨૩-૨૭ની સીઝન માટે ૪૮૩૯૦ કરોડ રૂપિયાનો થયો હતો. આઈપીએલ ટીવી અધિકાર ડિઝ્ની સ્ટાર દ્વારા ૨૦૨૧માં ૨૩૫૭૫ કરોડમાં હાંસલ કરાયા હતા. જિયો સિનેમાને ૨૩૭૫૮ કરોડ રૂપિયામાં ડિઝિટલ રાઈટસ અપાયા હતા.