૪૯ રને સૌથી વધુ આઉટ થનારો બેટર બન્યો રોહિત
એક સાથે પાંચ ખેલાડીને છોડ્યા પાછળ !
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ તાબડતોબ શરૂઆત કરી હતી પરંતુ તે ફિફટી બનાવવાની માત્ર એક રન દૂર રહી ગયો હતો. આ સાથે જ રોહિત શર્મા આઈપીએલમાં ૪૯ રને સૌથી વધુ વખત આઉટ થનારો બેટર બની ગયો છે. તેણે એક સાથે પાંચ ખેલાડીનો રેકોર્ડ પણ તોડ્યો છે. રોહિત સાથે આઈપીએલમાં આવું ત્રીજી વખત બન્યું છે જ્યારે તેણે પોતાની વિકેટ પોતાના ૪૯ રનના સ્કોરે ગુમાવી દીધી હોય. આ પહેલાં ટૂર્નામેન્ટમાં ડેવિડ વોર્નર સહિતના ખેલાડીઓના નામે આવું થવાનો રેકોર્ડ હતો.
સૌથી વધુ વખત ૪૯ રને આઉટ થનારા બેટર
કેટલી વખત ખેલાડી
૩ રોહિત શર્મા
૨ ડેવિડ વોર્નર
૨ ક્રિસ ગેલ
૨ સંજુ સેમસન
૨ ક્રિસ લીન
૨ બ્રેન્ડન મેક્કયુલમ