૩૧૭ રન બનાવી બ્રુક બન્યો મુલતાનનો નવો સુલતાન’
ઈંગ્લેન્ડના હૈરી બ્રુકે વીરેન્દ્ર સેહવાગ પાસેથી
મુલતાન કા સુલતાન’નો ખીતાબ છીનવી લીધો છે. બ્રુકે પાકિસ્તાન વિરુદ્ધ મુલતાનમાં ત્રેવડી સદી બનાવી હતી. તેણે પાકિસ્તાન વિરુદ્ધ સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. બ્રુકે ૩૨૨ બોલમાં ૩૧૭ રન ઝૂડ્યા હતા.બ બ્રુક પાકિસ્તાનમાં ત્રેવડી સદી બનાવનારો ત્રીજો બેટર છે. તેના પહેલાં ઑસ્ટે્રલિયાનો માર્ક ટેલર અને ભારતના વીરેન્દ્ર સેહવાગે આ કારનામું કર્યું હતું. અગાઉ મુલતાનમાં સૌથી મોટી ઈનિંગનો રેકોર્ડ સેહવાગના નામે હતો જેણે ૨૦૦૪માં અહીં ૩૦૯ રન બનાવ્યા હતા. માર્ક ળેયરે પેશાવરમાં ૩૩૪ રનની અણનમ ઈનિંગ રમી હતી. બ્રુકે મુલતાનમાં માત્ર ૩૧૦ બોલમાં ૩૦૦ રન બનાવ્યા હતા જે ટેસ્ટ ઈતિહાસની ત્રીજી સૌથી ઝડપી ટેસ્ટ સદી છે. સૌથી ઝડપી સદીનો રેકોર્ડ હજુ પણ સેહવાગના નામે છે. તેણે આફ્રિકા વિરુદ્ધ ચેન્નાઈમાં ૨૭૮ બોલમાં ત્રેવડી સદી બનાવી હતી.