૨૭ વર્ષ બાદ પહેલી વખત ટેસ્ટમાં બન્યા ૮૦૦+ રન
૧૪૭ વર્ષના ઈતિહાસમાં ચોથી વખત બન્યો ૮૦૦+નો સ્કોર: ઈંગ્લેન્ડે પાક. સામે ૧૫૦ ઓવરમાં ઝૂડ્યા ૮૨૩ રન
ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બહુ જ લાંબો છે પરંતુ માછ ચાર વખત જ ૮૦૦થી વધુનો સ્કોર બની શક્યો છે. ચારમાંથી ત્રણ વખત ઈંગ્લેન્ડની ટીમે જ આ કારનામું કર્યું છે તો એક વખત શ્રીલંકાની ટીમ ૮૦૦ને પાર ગઈ છે. શ્રીલંકા એકમાત્ર ટીમ છે જેણે ૯૦૦થી વધુ રન (૯૫૨/૬ ડિકલેર) બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડે ૧૯૯૭ બાદ ફરીથી ૮૦૦ રનનો આંકડો પાર કરીને એક ઐતિહાસિક ઉપલબ્ધી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડે મુલતાનમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પહેલી ઈનિંગ ૮૨૩/૭એ ડિકલેર કરી હતી.
પાકિસ્તાને ૧૪૯ ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને ૫૫૬ રન બનાવ્યા હતા જ્યારે ઈંગ્લેન્ડે પાક. કરતાં માત્ર એક ઓવર વધુ મતલબ કે ૧૫૦ ઓવર રમીને ૮૨૩ રન ઝૂડી કાઢ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં પાક. કરતા ૨૬૭ રન વધુ બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ વતી હૈરી બ્રુકે ત્રેવડી, જો રુટે બેવડી સદી બનાવી હતી. આ રીતે ઈંગ્લેન્ડે ૫.૫૦ની રનરેટથી ૧૫૦ ઓવરમાં ૭ વિકેટે ૮૨૩ રન બનાવ્યા હતા.
ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર
રન-વિકેટ ટીમ હરિફ ટીમ સ્થળ વર્ષ
૯૫૨-૬ શ્રીલંકા ભારત કોલંબો ૧૯૯૭
૯૦૩-૭ ઈંગ્લેન્ડ ઑસ્ટે્રલિયા ૧૯૩૮
૮૪૯ ઈંગ્લેન્ડ વિન્ડિઝ કિંગસ્ટન ૧૯૩૦
૮૨૩-૭ ઈંગ્લેન્ડ પાકિસ્તાન મુલતાન ૨૦૨૪*
૭૯૦-૩ વિન્ડિઝ પાકિસ્તાન કિંગ્સ્ટન ૧૯૫૮