હઝારે ટ્રોફીમાં અય્યર-હાર્દિક-શિવમ દૂબે ફૂલ ફોર્મમાં
વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે સહિતના ખેલાડીઓ ફૂલ ફોર્મમાં રમી રહ્યા છે. અય્યરે મુંબઈ વતી કર્ણાટક વિરુદ્ધ શાનદાર સદી બનાવી હતી. તેણે ૫૫ બોલમાં ૧૦ છગ્ગા અને ૫ ચોગ્ગાની મદદથી ૧૧૪ રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક તુમારે અને શિવમ દૂબેએ પણ શાનદાર બેટિંગ કરી હતી. હાર્દિક તમારોએ ૮૪ રન બનાવ્યા હતા તો શિવમ દૂબેએ ૩૬ બોલમાં પાંચ ચાોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૬૩ રન ફટકાર્યા હતા. જો કે આ મેચમાં સૂર્યકુમાર યાદવ ફ્લોપ રહ્યો હતો.