સ્પેન ચોથી વખત યૂરો કપનું ચેમ્પિયન
ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવ્યું: ટૂર્નામેન્ટમાં એક પણ મુકાબલો હાર્યા વગર ટ્રોફી જીતી
નિકો વિલિયમ્સ પ્લેયર ઑફ ધ મેચ, રોડ્રી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ અને લમીન યમાલ યંગ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બન્ય
યૂરો કપ-૨૦૨૪નો ફાઈનલ મુકાબલો સ્પેન-ઈંગ્લેન્ડ વચ્ચે જર્મનીના બર્લિનમાં રમાયો હતો. આ મુકાબલામાં સ્પેને ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવીને ચોથી વખત યૂરો કપમાં ચેમ્પિયન બન્યું હતું. સ્પેને ૧૨ વર્ષ બાદ ટ્રોફીને ફરીથી હાંસલ કરી છે. અગાઉ તે ૧૯૬૪, ૨૦૦૮ અને ૨૦૧૨માં પણ ચેમ્પિયન બન્યું હતું. સ્પેને યૂરો કપ-૨૦૨૪ને વધુ એક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ ટ્રોફી ચાર વખત જીતનારો પહેલો દેશ સ્પેન બન્યો છે. જ્યારે ઈંગ્લેન્ડને સળંગ બીજી વખત યૂરો કપના ફાઈનલમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ ૨૦૨૦ના ફાઈનલમાં ઈટાલી સામે હારી ગઈ હતી.
સ્પેન પાછલા એક દશકાથી કોઈ મોટી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકતું ન્હોતું. યૂરો કપ જીત્યાને તેને ૧૨ વર્ષ થઈ ગયા હતા. ૨૦૧૨માં તે રાઉન્ડ-૧૬માં જ બહાર થયું હતું. જ્યારે ૨૦૨૦માં તેને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્પેનની ટીમ એક પણ મેચ હાર્યા વગર આ ટૂર્નામેન્ટ જીત્યું છે. એટલું જ નહીં એક સત્રમાં સૌથી વધુ ગોલ (૧૪ ગોલ) કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. ફાઈનલ મુકાબલામાં નિકો વિલિયમ્સ અને મિકેલ આયોર્જાબેલ જીતના હિરો રહ્યા હતા.
પ્રથમ હાફ બાદ બન્ને ટીમ કોઈ ગોલ કરી શકી ન્હોતી. સેક્નડ હાફ શરૂ થતાં જ વિલિયમ્સે શાનદાર ગોલ કરીને સ્પેનને લીડ અપાવી હતી. જો કે ઈંગ્લેન્ડના કોલ પાલમેરે ૭૩મી મિનિટમાં બરાબરી કરી લીધી હતી. તેની ૧૩ મિનિટ બાદ ૮૬મી મિનિટે આયોર્જાબેલે ફરી સ્પેન માટે ગોલ કર્યો હતો જે મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો. નિકો વિલિયમ્સને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. જ્યારે સ્પેનનો મીડફિલ્ડર રોડ્રી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. આખી ટૂર્નામેન્ટમાં સનસનાટી મચાવી દેનારા ૧૭ વર્ષના લમીન યમાલને યંગ પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ અપાયો હતો.
ઈંગ્લેન્ડને ૬૦ વર્ષથી ટ્રોફીનો ઈન્તેજાર
ઈંગ્લેન્ડની ટીમે ૧૯૬૪થી યૂરો કપમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું પરંતુ ૬૦ વર્ષમાં આજ સુધી કોઈ ખીતાબ જીતી શક્યું નથી. હવે તેનો ઈન્તેજાર વધી ગયો છે. પ્રથમ વર્ષે મતલબ કે ૧૯૬૪માં તો તે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય પણ કરી શક્યું ન્હોતું. ૧૯૯૬માં ઈંગ્લેન્ડને યજમાનીની તક મળી હતી એ સમયે સેમિફાઈનલ સુધી તે પહોંચ્યું હતું. જો કે ત્યારે પણ તેનો પરાજય થયો હતો. જો કે પાછલા બે સત્રથી તે ફાઈનલ મુકાબલા સુધી પહોંચી રહ્યું છે.
ઈંગ્લેન્ડ-સ્પેનના દર્શકો વચ્ચે મારામારી
ઈંગ્લેન્ડ ટીમના ચાહકો પોતાની ટીમ સળંગ બીજી વખત ફાઈનલમાં હારી જતાં સ્પેનના સમર્થકો ઉપર તૂટી પડ્યા હતા. સ્ટેડિયમની બહાર રસ્તા પર સ્પેન-ઈંગ્લેન્ડના દર્શકો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી જેમાં અનેક લોકો ઘાયલ થયા હ