સરફરાઝ ખાનના ભાઈ મુશીરે રણજી ટ્રેાફીમાં ફટકારી ડબલ સદી
રણજી ટ્રેાફી-૨૦૨૪ના ક્વાર્ટર ફાઈનલમાં સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને પેાતાના બેટથી કમાલ કરી હતી. મુશીરે મુંબઈ વતી વડેાદરા વિરુદ્ધ ડબલ સદી બનાવી હતી. તેણે ૩૫૭ દડામાં ડબલ સદી પૂર્ણ કરી હતી જેમાં ૧૮ સદી સામેલ હતી. મુશીરની આ ડબલ સદીથી મુંબઈ ટીમે પેાતાની પહેલી ઈનિંગમાં ૩૮૪ રન બનાવ્યા હતા. મુશીર તાજેતરમાં જ રમાયેલા અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનેા ખેલાડી હતી. આ ટૂર્નામેન્ટમાં પણ તેણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું જેના કારણે ટીમ ફાઈનલમાં પહોંચી હતી. મુશીર પેાતાના કરિયરની ચેાથી ફર્સ્ટ ક્લાસ મેચમાં ડબલ સદી ફટકારીને કમાલ કરી હતી. અગાઉ તેને મુંબઈ તરફથી ત્રણ મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે માત્ર ૯૬ રન બનાવ્યા હતા. જો કે તેણે પેાતાના મેાટા ભાઈ અને રાજકેાટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર બેટિંગ કરનાર સરફરાઝ ખાનના પગલે ચાલીને ઘરેલું ક્રિકેટમાં પેાતાની ધાક જમાવવા માટે કમર કસી લીધી છે.