શ્રેયસ અય્યરના જૂઠની ખૂલી પોલ !
આજથી રણજી ટ્રોફીનો ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જેમાં મુંબઈની ટક્કર વડોદરા સામે થવાની છે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર શ્રેયસ અય્યરને મુંબઈની ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ તેણે પીઠમાં ઈજા થઈ હોવાનું કહી નામ પરત ખેંચી લીધું છે. આ બધાની વચ્ચે નેશનલ ક્રિકેટ એકેડેમીએ બીસીસીઆઈને ઈ-મેલ થકી જાણકારી આપી છે કે અય્યરને કોઈ નવી ઈજા થઈ નથી અને તે સંપૂર્ણપણે ફિટ જ છે ! આવામાં સવાલ એ ઉઠે છે કે અય્યર ઈજાનું બહાનું કાઢીને શા માટે રણજી ટ્રોફીથી દૂર થઈ રહ્યો છે ? અય્યરને રણજી ટ્રોફીમાં ભાગ લેવાની સલાહ આપવાનો નિર્ણય પસંદગીકારોએ લીધો હતો જેથી તેની પીઠ લાંબા સમય સુધી બેટિંગ અને ફિલ્ડિંગની શારીરિક માંગની આદત પાડી શકે પરંતુ અય્યરે પોતાને અનફિટ જ ગણાવ્યો છે !