વટ છે બાપુ: રાજકોટમાં રવીન્દ્ર જાડેજાએ કરી કપિલ દેવની બરાબરી
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૫૦ વિકેટ’ને ૧૦૦૦ રન કર્યા પૂરા: આવું કરનારો કપિલ દેવ-અશ્વિન બાદ બીજો ભારતીય ઑલરાઉન્ડર
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં લોકલબોય રવીન્દ્ર જાડેજાએ શાનદાર સદી બનાવી મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે.
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જાડેજાએ મુશ્કેલ સ્થિતિમાં અત્યંત દમદાર ઈનિંગ રમી હતી. રાજકોટ ટેસ્ટમાં સદી બનાવવાની સાથે જ તેણે કોઈ એક ટીમ વિરુદ્ધ ટેસ્ટમાં ૫૦ અથવા તેનાથી વધુ વિકેટની સાથે ૧૦૦૦ રન બનાવવાની ઉપલબ્ધી હાંસલ કરી છે. અત્યાર સુધી ભારતના બે જ ઓલરાઉન્ડર આવુંકરી શક્યા છે. દિગ્ગજ કપિલ દેવે ત્રણ દેશો વિરુદ્ધ આવી કમાલ કરી હતી. તેણે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વિરુદ્ધ ૫૦થી વધુ વિકેટ લેવાની સાથે એક હજાર ટેસ્ટ રન પણ બનાવ્યા હતા. આર.અશ્વિન આ યાદીમાં સામેલ થનારો બીજો ભારતીય ઑલરાઉન્ડર હતો. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જ આ ઉપલબ્ધી મેળવી હતી. હવે રવીન્દ્ર જાડેજાએ પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટમાં ૫૦થી વધુ વિકેટ લેવાની સાથે હજારરન બનાવવાની કમાલ કરી બતાવી છે. ૧૮ ટેસ્ટ રમીને તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૦૦૦ રન બનાવવાની સાથે ૫૦+ વિકેટ મેળવી લીધી છે.