લખનૌને ઝટકો: મયંક યાદવ ઈજાગ્રસ્ત
ગુજરાત સામે જીત મેળવ્યા બાદ લખનૌ સુપરજાયન્ટસને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો તોફાની બોલર મયંક યાદવ ઈજાગ્રસ્ત થઈ ગયો છે. મયંકને ઈજા થતાં તે ગુજરાત સામે એક ઓવર ફેંક્યા બાદ ગ્રાઉન્ડમાંથી બહાર ચાલ્યો ગયો હતો. મેચ બાદ કૃણાલ પંડ્યાએ કહ્યું કે મને ખબર નથી કે મયંક સાથે સાચે જ શું થયું છે પરંતુ હું થોડી વાર માટે તેની સાથે હતો એટલા માટે મને લાગે છે કે તે ભવિષ્યમાં પણ ટીમ માટે મેચ રમતો રહેશે. આ અમારા માટે હકારાત્મક સમાચાર છે. તે નેટસમાં પણ કમાલની બોલિંગ કરી રહ્યો છે. પાછલી સીઝન ઈજાને કારણે તે રમી શક્યો ન્હોત. જે રીતે તે પ્રદર્શન કરી રહ્યો છે તેને જોતાં તેના ભવિષ્યની રમત કેવી હશે તેને લઈને ગણિત મંડાઈ રહ્યું છે.