રણજી ટ્રોફીમાં રાજસ્થાન સામે ચેતેશ્વર પૂજારાની સદી
રણજી ટ્રોફીમાં સ્ટાર બેટર ચેતેશ્વર પુજારા ફુલ ફોર્મમાં રમી રહ્યો છે. તેણે સૌરાષ્ટ્ર વતી રાજસ્થાન વિરુદ્ધ શાનદાર સદી બનાવી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની શ્રેણીના અંતિમ ૩ મુકાબલા માટે ભારતીય ટીમના એલાન પહેલાં પુજારાએ આ ,નિંગ રમી હતી. પુજારા રણજી ટ્રોફીની આ સીઝનમાં બે ફિફટી અને એક ડબલ સેન્ચુરી બનાવી ચૂક્યો છે. રાજસ્થાન વિરુદ્ધ મેચ પહેલાં તે પાંચ મેચની આઠ ઈનિંગમાં ૭૬.૮૬ની સરેરાશથી ૫૨૨ રન બનાવી ચૂક્યો છે. પુજારાની આ સીઝનમાં બીજી સદી છે. તેણે ૧૯૯ દડામાં ૮ ચોગ્ગાની મદદથી સદી બનાવી હતી. તેનો સાથ શેલ્ડન જેક્શને આપીને સૌરાષ્ટ્રને મુશ્કેલીમાંથી ઉગાર્યું હતું. આ સાથે જ પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૬૨મી સદી પૂર્ણ કરી છે. તેણે સદી પૂર્ણ કરી ત્યારે સૌરાષ્ટે્ર ૮૦ ઓવરમાં ૩ વિકેટે ૨૨૪ રન બનાવ્યા હતા. તેણે શેલ્ડન સાથે ૧૫૦ રનની ભાગીદારી પણ કરી હતી.