ભારતીય મહિલા-પુરુષ ટેબલ ટેનિસ ટીમે રચ્યો ઈતિહાસ
પેરિસ ઑલિમ્પિક માટે બન્ને ટીમ ક્વોલિફાય: ૨૦૦૮ બાદ રમવા ઉતરશે
ભારતીય પુરુષ-મહિલા ટીમે પોતાના વર્લ્ડ રેન્કીંગના આધારે પહેલી વખત ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરીને ઈતિહાસ રચી દીધો છે. પાછલા મહિને બુસાનમાં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપ પેરિસ ઓલિમ્પિક માટે અંતિમ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ હતી અને તેના સમાપન બાદ ટીમ સ્પર્ધાઓમાં સાત સ્થાન બાકી રહ્યા હતા જેના માટે ટીમોને તેના રેન્કીંગના આધારે પસંદ કરવામાં આવી હતી. આઈઆઈટીએફએ કહ્યું કે તાજા વિશ્વ ટીમ રેન્કીંગમાં ટોચ રેન્કીંગની જે ટીમ ક્વોલિફાય નથી કરી શકી તેમણે પેરિસ-૨૦૨૪ માટષ પોતાની ટિકિટ હાંસલ કરી લીધી છે.
મહિલાઓની સ્પર્ધામાં ભારત ૧૩મા ક્રમાંકે હતું. તેણે પોલેન્ડ (૧૨), સ્વીડન (૧૫) અને થાઈલેન્ડ સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. પુરુષ ટીમ સ્પર્ધામાં ક્રોએશિયા (૧૨), ભારત (૧૫) અને સ્લોવેનિયા (૧૧)એ પણ પેરિસ ઓલિમ્પિકની ટિકિટ કપાવી છે. ભારતના અનુભવી ખેલાડી શરત કમલે ટવીટ કરીને લખ્યું કે અંતે ભારતે ઓલિમ્પિક માટે ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય કરી લીધું છે. હું લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. ઓલિમ્પિકમાં પાંચમી વખત રમવા છતાં આ મારા માટે અત્યંત વિશેષ ક્ષણ છે. મહિલા ટીમને પણ શુભકામના જેમણે પણ ઐતિહાસિક ક્વોટા હાંસલ કરી લીધો છે.
ભારતીય ટેબલ ટેનિસ ઈતિહાસમાં આ શાનદાર ઉપલબ્ધી છે કેમ કે આવું પહેલી વખત બનો જ્યારે દેશ ૨૦૦૮ બીજિંગ ઓલિમ્પિકમાં સામેલ કર્યા બાદ ટીમ સ્પર્ધામાં ભાગ લેશે. બન્ને ભારતીય ટીમ આઈટીટીએફ વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપના પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારવાને કારણે ઓલિમ્પિક ટિકિટ મેળવવાથી ચૂકી ગઈ હતી.