બેડમિન્ટન સ્ટાર બી સાઈ પ્રણીતે લીધો સંન્યાસ
ભારતીય બેડમિન્ટન સ્ટાર બી.સાઈ પ્રણીતે સંન્યાસનું એલાન કર્યું છે. ૩૧ વર્ષની ઉંમરે તેણે પોતાના કરિયર પર પૂર્ણવિરામ મુક્યું છે. પ્રણીને ૨૦૧૯માં વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ૩૬ વર્ષ બાદ આ ઉપલબ્ધી હાંસલ કરનારો તે પ્રથમ ભારતીય બન્યો હતો. અગાઉ ૧૯૮૩માં પ્રકાશ પાદુકોણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. હૈદરાબાદના સ્ટાર ખેલાડીએ પોતાના શાનદાર કરિયરને પૂર્ણ કરવાની જાહેરાત સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને લખ્યું કે ભાવનાઓનાં મિશ્રણ સાથે હું વિદાય લેવા અને રમતમાંથી પોતાની સેવાનિવૃત્તિની જાહેરાત કરવા માટે આ શબ્દોને લખી રહ્યો છું જે ૨૪ વર્ષ કરતા વધુ સમયથી મારી જીવનધારા રહ્યા છે