બેટરે ૪૩ બોલમાં ઝૂડી નાખ્યા ૧૯૩ રન !!
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
ક્રિકેટમાં ક્યારે શું થઈ જાય તેનો ખ્યાલ કોઈને નથી હોતો. આવી જ એક મેચ રમાઈ જેમાં બેટરે માત્ર ૪૩ બોલમાં ૧૯૩ રન ઝૂડી નાખ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ રેકોર્ડ જે મેચમાં બન્યો છે તે ૧૦ ઓવરની હતી !! યૂરોપિયન ક્રિકેટમાં રમાયેલા કૈટાલુનિયા જગુઆર અને સોહલ હૉસ્પિટેલેટ વચ્ચે રમાયેલા મુકાબલામાં કૈટાલુનિયા જગુઆરના ઓપનર હામઝા સલીમ ડારે ૪૪૮.૮૪ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. ઈનિંગ ૧૦ ઓવરની હતી જેમાંથી ૪૩ દડા મતલબ કે ૭.૧ ઓવર તેણે રમી હતી. હામઝાએ ૨૨ છગ્ગા અને ૧૪ ચોગ્ગાની મદદથી ૪૩ બોલમાં ૧૯૩ રન બનાવ્યા હતા. તેના આ પ્રદર્શનની મદદથી ટીમે પહેલાં બેટિંગ કરતાં ૧૦ ઓવરમાં ૨૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં હરિફ ટીમ હામઝા ડાર જેટલા રન પણ બનાવી શકી ન્હોતી.
