બાર્સેલોનાની ૪ તો આર્સેનલની ૧૪ વર્ષ બાદ ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી
સ્પેનના ટોચના ફૂટબોલ ક્લબ બાર્સિલોનાએ ચાર વર્ષ જ્યારે ઈંગ્લેન્ડના ક્લબ આર્સેનલે ૧૪ વર્ષ બાદ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. પાંચ વખતના યુરોપીય ચેમ્પિયન બાર્સિલોનાએ નૈપોલીને ૩-૧થી હરાવીને અંતિમ-૮માં જગ્યા બનાવી છે. આ બન્ને ટીમ વચ્ચે પહેલાં તબક્કાની મેચ ૧-૧થી બરાબર રહી હતી અને આ રીતે બાર્સિલોનાએ ૪-૨થી જીત હાંસલ કરી હતી. બજ્યારે આર્સેનલે પોર્તોને પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવીને ૨૦૧૦ બાદ પહેલી વખત આ ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. પોર્તોએ પહેલાં રાઉન્ડની મેચ ૧-૦થી જીતી હતી પરંતુ આર્સેનલ લિએન્ડ્રો ટ્રોસાર્ડની ૪૧મી મિનિટમાં કરાયેલા ગોલથી બરાબરી કરવામાં સફળ રહ્યું હતું.