બાંગ્લાદેશ સામે ૫૮ રન બનાવતાં જ કોહલી રચશે ઈતિહાસ
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. દરમિયાન વિરાટ કોહલી એક મહારેકોર્ડથી માત્ર ૫૮ રન જ દૂર છે મતલબ કે ૫૮ રન બનાવતાની સાથે જ તે સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી નાખશે. આટલા રન બનાવશે એટલે કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭,૦૦૦ રન પૂરા થઈ જશે. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૭ હજાર રન બનાવનારો બેટર પણ બની જશે. તેંડુલકરે ૬૨૩ ઈનિંગમાં ૨૭ હજાર રન બનાવ્યા હતા જ્યારે કોહલીએ અત્યાર સુધી ૫૯૧ આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં ૨૬૯૪૨ રન બનાવી લીધા છે.