પત્નીએ મને ખૂબ જ સહકાર આપ્યો-મહેનત કરી છે: રવીન્દ્ર
રાજકોટ ટેસ્ટનો પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ પત્નીને કર્યો અર્પણ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૧થી આગળ થ, ગઈ છે. આ મુકાબલાની પહેલી ઈનિંગમાં રવીન્દ્ર જાડેજાએ શાનદાર સદી બનાવી હતી અને બીજી ઈનિંગમાં બોલિંગથી કહેર વરસાવ્યો હતો. જીત બાદ તેને પ્લેયર ઑફ ધ મેચ એવોર્ડ અપાયો હતો. આ એવોર્ડ જાડેજાએ પોતાના અત્યંત નજીકના વ્યક્તિને એનાયત કર્યો છે. બીસીસીઆઈ ટીવી દ્વારા શેયર કરાયેલા વીડિયોમાં રવીન્દ્ર જાડેજાએ પોતાનો પ્લેયર ઑફ ધ મેચ એવોર્ડ પત્ની રિવાબા જાડેજાને એનાયત કર્યા છે. જાડેજાએ કહ્યું કે તેઓ (રિવાબા)એ મારા માટે બહુ જ મહેનત કરી છે અને ઘણો જ સહકાર આપ્યો છે.
જાડેજાએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ખેડવી હતી જેમાં તેણે ઓલી પોપ, જો રુટ, જોની બેરિસ્ટો, બેન ફોક્સ અને માર્ક વૂડનો સમાવેશ થાય છે. જ્યારે પહેલી ઈનિંગમાં તેણે સદી બનાવવા ઉપરાંત બે વિકેટ પણ મેળવી હતી. આ શાનદાર પ્રદર્શનને કારણે જ તેને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.