ન્યુઝીલેન્ડ સામે એકલો લડ્યો ગ્રીન
ન્યુઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટમાં ઓસ્ટે્રલિયાની હાલત ખરાબ થઈ જવા પામી હતી. એક સમયે ૧૫૦ રન બને તેવી શક્યતા પણ દેખાતી ન્હોતી પરંતુ નંબર ચાર પર ઉતરેલો કેમરુન ગ્રીન હાર માન્યા વગર એકલા હાથે લડ્યો હતો. ગ્રીને મીચેલ માર્શ સાથે પાંચમી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી કરી હતી. આ પછી ૨૦ રનની ભાગીદારી કેરી સાથે કરી હતી. તેણે શાનદાર સદી બનાવીને ઓસ્ટે્રલિયાની ઈનિંગ સંભાળી લીધી હતી. ઓસ્ટે્રલિયાએ ૯ વિકેટે ૨૭૯ રન બનાવ્યા જેમાં એકલા ગ્રીનના ૧૦૩ રન હતા. તેણે ૧૬ ચોગ્ગાની મદદથી ૧૫૫ દડાનો સામનો કરીને આ સ્કોર બનાવ્યો હતો. તે રમતની અંત સુધીમાં અણનમ હોવાથી આજે સ્કોરને આગળ વધારશે.