નેપાળમાં વિન્ડિઝ ટીમનું વિચિત્ર સ્વાગત
ક્રિકેટમાં અત્યારે માત્રને માત્ર આઈપીએલનો દેકારો છે. જો કે તેના સિવાય પણ અમુક શ્રેણીઓ રમાઈ રહી છે અને અમુક રમાવાની છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નેપાળની અંદર વિન્ડિઝની એ' ટીમનું અત્યંત અજીબોગરીબ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને સૌનું દીમાગ ચકરાવે ચડી ગયું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે વિન્ડિઝ
એ’ ટીમના ખેલાડી પોતાનો સામાન પોતાની રીતે એક લોડરમાં ચડાવી રહ્યા છે. વિન્ડિઝ ખેલાડી એરપોર્ટમાંથી બહાર નીકળી રહ્યા છે અને પછી પોતાનો સામાન માલવાહક વાહનમાં ચડાવી રહ્યા છે. આ ઉપરાંત હોટેલ સુધી જવા માટે જે બસ હોય છે તે અત્યંત સાધારણ છે.