ધોનીએ ૧૮ દિ’ પહેલાં જ કેપ્ટનશિપ છોડવાની `હિન્ટ’ આપી દીધી’તી
ચેન્નાઈ સુપરકિંગ્સને સૌને ચોંકાવતાં આઈપીએલ-૨૦૨૪ માટે નવા કેપ્ટનનું એલાન કરી દીધું છે. મહેન્દ્રસિંહ ધોનીએ આ જવાબદારી ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ધોનીએ ૪ માર્ચે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે નવી સીઝન અને નવા રોલનો ઈન્તેજાર કરી શકું તેમ નથી ! એ સમયે ધોનીની આ પોસ્ટને લઈને અલગ-અલગ અંદાજ લાગ્યા હતા. જો કે હવે સ્પષ્ટ થયું છે કે આ પોસ્ટ ગાયકવાડ માટે જ કરાઈ હતી. આ અંગે ગાયકવાડે કહ્યું કે જ્યારે માહીભાઈ (ધોની)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેયર કરી તો લોકો મને સવાલો પૂછી રહ્યા હતા કે શું તું કેપ્ટન બનવાનો છો ? મેં ત્યારે કહ્યું હતું કે આ પોસ્ટ કોઈ અન્ય કારણથી પોસ્ટ કરાઈ હશે. જો કે મને અંદરથી લાગી રહ્યું હતું કે આ પોસ્ટ મારા માટે જ છે. આ વખતે જ્યારે હું કેમ્પમાં આવ્યો ત્યારે પ્રેક્ટિસ મેચ દરમિયાન ધોનીભાઈએ મને રણનીતિ બનાવવાની પ્રક્રિયામાં સામેલ કર્યો હતો. પાછલા સપ્તાહે તેમણે મને પોતાના નિર્ણય અંગે જણાવ્યું હતુ